
ઇઝરાયેલી સૈન્યએ એક નવું ફૂટેજ શેર કર્યું છે, જેમાં તેણે દાવો કર્યો છે કે આ હમાસના ભૂતપૂર્વ વડા યાહ્યા સિનવારનું બંકર હતું, જેને તેઓએ ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષના પ્રથમ તબક્કા દરમિયાન કબજે કર્યું હતું. 7 ઓક્ટોબર, 2023 ના રોજ ઇઝરાયેલ પરના હુમલા પાછળના માસ્ટરમાઇન્ડ ગણાતા યાહ્યાએ યુદ્ધમાંથી ભાગી જવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી અને તેથી તે ખાન યુનુસ શહેરની નીચે એક બંકરમાં છુપાઇ ગયો હતો.
ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે એક વીડિયો ફૂટેજ શેર કર્યો છે જેમાં સિનવારના બંકરની તમામ વિગતો બતાવવામાં આવી છે. વીડિયોમાં, એક સારી રીતે બનાવેલું બંકર, આધુનિક શાવર, બાથરૂમ અને સંપૂર્ણ રીતે કાર્યરત રસોડું અને ખાદ્ય સામગ્રી જોઈ શકાય છે. જેમાં સંયુક્ત રાષ્ટ્ર પેલેસ્ટિનિયન રેફ્યુજી એજન્સીનો લોગો હતો.
ગાઝામાં યુદ્ધની સ્થિતિ શરૂ થઈ ત્યારથી 61 વર્ષીય સિનવાર તેના ગાર્ડ્સ અને નજીકના લોકો સાથે આ બંકરમાં આશ્રય લઈ રહ્યો હતો. ફૂટેજમાં યુએનઆરડબ્લ્યુએ દ્વારા પૂરા પાડવામાં આવેલ રાશન પણ બતાવવામાં આવ્યું છે, જે ઇઝરાયેલના લાંબા સમયથી ચાલી રહેલા આરોપને મજબૂત બનાવે છે કે હમાસ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પાસેથી ખોરાકની ચોરી કરે છે, જે ગાઝામાં પહેલાથી જ ભયંકર માનવતાવાદી સંકટને વધારે છે.
બંકરમાં કોલોનની ઘણી બોટલો, સ્વચ્છતા પુરવઠો અને વ્યક્તિગત બાથરૂમ પણ હતું. બંકરની મુલાકાત લેનાર IDF સૈનિકના જણાવ્યા અનુસાર, સિનવારના ખાનગી કાર્ટરમાં લાખો ઇઝરાયેલી શેકેલથી ભરેલી એક મોટી તિજોરીનો પણ સમાવેશ થાય છે.
https://twitter.com/EYakoby/status/1847757369914380504
બંકરના દરવાજા પાસે, સૈનિકોને શસ્ત્રો, દારૂગોળો અને વિસ્ફોટકોથી ભરેલા લોકર મળ્યા. IDF સિનવારને પકડી શકે તે પહેલાં, તે બંકરમાંથી ભાગી ગયો હતો. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સિનવાર પહેલા ખાન યુનુસની નીચે આવેલા આ બંકરમાં રહેતો હતો, પરંતુ જેવી જ ઈઝરાયલી સૈન્ય તેની પાસે પહોંચવાની તૈયારીમાં હતું, તે ત્યાંથી રફાહ તરફ ભાગી ગયો. ઇઝરાયેલના શબપરીક્ષણ મુજબ, સિનવારનું મોત માથામાં ગોળી વાગવાને કારણે થયું હતું.