અમેરિકા અને યુક્રેન વચ્ચે ખનિજ કરાર થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ માટે ખૂબ જ ઉત્સુક દેખાતા હતા. તેમણે યુક્રેનને કહ્યું હતું કે યુદ્ધમાં અમેરિકન મદદના બદલામાં ખનિજ સોદો કરવો પડશે. આ સોદો અંતિમ સ્વરૂપ મળ્યા બાદ અમેરિકા અને યુક્રેન વચ્ચેના સંબંધોમાં સુધારો થવાની અપેક્ષા છે.

