Home / World : Who is the 'white man' who made the offer to Sheikh Hasina

શેખ હસીનાને ઓફર આપનાર 'વ્હાઈટ મેન' કોણ, નવો ખ્રિસ્તી દેશ બનાવવા કોણ રચી રહ્યું છે ષડયંત્ર

શેખ હસીનાને ઓફર આપનાર 'વ્હાઈટ મેન' કોણ, નવો ખ્રિસ્તી દેશ બનાવવા કોણ રચી રહ્યું છે ષડયંત્ર

બાંગ્લાદેશમાં આ વર્ષે જાન્યુઆરીમાં યોજાયેલી ચૂંટણીમાં બંમ્પર જીત મેળવીને પાંચમી વખત બાંગ્લાદેશના વડાપ્રધાન બનેલા શેખ હસીના માટે થોડા મહિનાઓ સારા રહ્યા નથી. પહેલા ચૂંટણીમાં ધાંધલ ધમાલના આક્ષેપો થયા, પછી ક્વોટા સિસ્ટમને લઈને અઠવાડિયાઓ સુધી પ્રદર્શનો ચાલ્યા અને છેવટે શેખ હસીનાના રાજીનામાની માગણી થઈ. શેખ હસીનાને વિરોધીઓ સામે ઝુકવું પડ્યું અને રાજીનામું આપીને પોતાનો દેશ પણ છોડવો પડ્યો. આ એવો દેશ છે જ્યાં શેખ હસીના 15 વર્ષ સુધી સત્તામાં હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શેખ હસીનાએ બળવાના ત્રણ મહિના પહેલા બાંગ્લાદેશમાં તેના દુ:ખદ રાજકીય પતનની આગાહી કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે તેમની સરકારને તોડવા માટેના ષડયંત્ર રચાઈ રહ્યું છે. તેમના પિતા અને સ્વતંત્રતાના નાયક શેખ મુજીબુર રહેમાનની જેમ પોતાની પણ હત્યા થઈ શકે એવું કહ્યું હતું. બાંગ્લાદેશ અને મ્યાનમારનું વિલીનીકરણ કરીને એક નવો "ખ્રિસ્તી દેશ" બનાવવા માટે "શ્વેત માણસ" દ્વારા ષડયંત્રનો પણ આક્ષેપ કર્યો હતો.

હસીનાના દુ:ખદ રાજકીય અંતની શરૂઆત મે મહિનામાં થઈ જ્યારે તેણે તેનો જાહેરમાં ઉલ્લેખ કર્યો. હસીનાએ જાહેરમાં આરોપ લગાવ્યો હતો કે તેમની સરકારને તોડવા માટે ષડયંત્ર રચાઈ રહ્યું છે. હસીનાએ કહ્યું કે, જો હું આ ખાસ દેશને એરબેઝ બનાવવાની મંજૂરી આપું તો મને કોઈ મુશ્કેલી નહીં પડે. 'કોણ છે?'ના પ્રશ્નના જવાબમાં હસીનાએ ખુલ્લેઆમ અમેરિકાનું નામ ન લીધું, પરંતુ કહ્યું કે તેને શ્વેત વ્યક્તિ તરફથી આવી ધમકીઓ મળી રહી છે.

જાણીતા વિશ્લેષક બ્રહ્મા ચેલાનીએ પણ બાંગ્લાદેશની ગતિવિધિ માટે વિદેશી એંગલ બતાવતા સોશિયલ મીડિયા પર લખ્યું, 'શેખ હસીનાએ બાંગ્લાદેશને ઝડપી આર્થિક વિકાસ આપ્યો. પરંતુ શક્તિશાળી બાહ્ય તાકાત તેની સામે ઊભી હતી. તિસ્તા પ્રોજેક્ટ ભારતને આપવાના નિર્ણયથી ચીન નારાજ હતું. અને દુખની વાત એ છે કે જો બાઈડેન પણ પાછળ પડી ગયા હતા. 

શેખ હસીનાના પુત્ર સજીબ વાજેદે આ તખ્તાપલટ પાછળ અમેરિકાનો હાથ હોવાની શંકા વ્યક્ત કરી છે. તેણે કહ્યું, 'અમેરિકા બાંગ્લાદેશમાં મજબૂત સરકાર નહોતું ઈચ્છતું. તે એવી સરકાર ઈચ્છે છે જેના પર તેમનું નિયંત્રણ રહે. તેઓ શેખ હસીનાને કાબૂ ના કરી શક્યા.

હસીનાએ આરોપ લગાવ્યો હતો કે બાંગ્લાદેશ અને મ્યાનમારને ખ્રિસ્તી દેશ બનાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. હસીનાના કહેવા પ્રમાણે પૂર્વ તિમોરની જેમ... તેઓ બાંગ્લાદેશ (ચટગાંવ) અને મ્યાનમારના ભાગો પર કબજો કરીને અને બંગાળની ખાડીમાં પોતાનો આધાર બનાવીને એક ખ્રિસ્તી દેશ બનાવશે. જો કે શેખ હસીનાએ કોઈપણ દબાણને વશ ન થવાની પ્રતિજ્ઞા લીધી હતી.

Related News

Icon