Home / World : Why Israel is looking for the grave of Mossad most dangerous spy

મોસાદના સૌથી ખતરનાક જાસૂસની કબર કેમ શોધી રહ્યું છે ઇઝરાયેલ, સીરિયાએ જાહેરમાં ફાંસીએ લટકાવ્યો હતો

મોસાદના સૌથી ખતરનાક જાસૂસની કબર કેમ શોધી રહ્યું છે ઇઝરાયેલ, સીરિયાએ જાહેરમાં ફાંસીએ લટકાવ્યો હતો

સીરિયામાં બશર અલ અસદના શાસનના પતન સાથે જ ઇઝરાયેલે સીરિયાની અંદર એક સીક્રેટ કબર શોધવાનું શરૂ કર્યું છે. આ કબર ઇઝરાયેલી જાસૂસી એજન્સી મોસાદના સૌથી ખતરનાક જાસૂસ એલી કોહેનની છે. ઇઝરાયેલી મીડિયા આઉટલેટ યરૂશલમ પોસ્ટે હિજબુલ્લાહ સાથે જોડાયેલા ન્યૂઝ પેપર અલ-અખબારના હવાલાથી આ જાણકારી આપી છે. અલ-અખબારે રાજકીય સૂત્રોના હવાલાથી જણાવ્યું કે ઇઝરાયેલે જાસૂસ એલી કોહેનને દફન કરનારી જગ્યા શોધવા માટે સીરિયાની અંદર અને વિદેશમાં સંપર્ક શરૂ કર્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પહેલા પણ થઇ હતી કોહેનના શબની તપાસ

આ સાથે જ ઇઝરાયેલે 1982માં લેબનોનમાં સીરિયન સેના સાથે સુલતાન યાકુબની લડાઇ બાદ ગાયબ જાહેર કરાયેલા IDF સૈનિકોના શબને શોધવા માટે નવેસરથી પ્રયાસ શરૂ કર્યા છે. ફેબ્રુઆરી 2021માં કહેવામાં આવ્યું કે કોહેનના શબને ઇઝરાયેલને સોપવા માટે રશિયા, સીરિયન અધિકારીઓ સાથે સહયોગ કરી દક્ષિણી દમિશ્કમાં યરમૌક શરણાર્થી શિબિરના વિસ્તારની તપાસ કરી રહ્યું હતું.

આવતા મહિને જ કોહેન સાથે જોડાયેલી એક વસ્તુને ઇઝરાયેલને સોપવામાં આવી હતી. તે સમયે ઇઝરાયેલી મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આ વસ્તુ કોહેનના કપડાના દસ્તાવેજ અથવા પછી કોઇ લેખ હોઇ શકે છે.જોકે, તત્કાલીન વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે આ રિપોર્ટોનું ખંડન કર્યું હતું.જોકે, હજુ સુધી આ સ્પષ્ટ નથી થઇ શક્યું કે શું વાસ્તવમાં કોઇ આવી વસ્તુ સોપવામાં આવી હતી.

કોણ હતા એલી કોહેન?

એલી કોહેન ઇઝરાયેલી જાસુસી એજન્સી મોસાદનો એક જાસૂસ હતો, જેને સીરિયામાં મિશન હેઠળ મોકલવામાં આવ્યો હતો. કોહેનનો જન્મ વર્ષ 1924માં ઇજિપ્તમાં એક સીરિયન યહૂદી પરિવારમાં થયો હતો. કોહેને સીરિયન વેપારીના રૂપમાં રજૂ કરી સીરિયાની સેના અને સરકારના ઉચ્ચ પદો સુધી પોતાની પકડ બનાવી હતી. વર્ષ 1961થી 1965 વચ્ચે કોહેને સીરિયાની અંદરથી મહત્ત્વપૂર્ણ માહિતી ઇઝરાયેલને સોપી હતી.

મેસેજ મોકલતા સમયે પકડાઇ ગયો હતો કોહેન

કોહેનના મિશનને ઇઝરાયેલના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી સાહસી જાસુસી જાણકારી ભેગી કરનારા અભિયાનમાંથી એકના રૂપમાં યાદ કરવામાં આવે છે. કોહેનની પકડ એટલી મજબૂત બની ગઇ હતી કે તેને સંરક્ષણ ઉપ મંત્રી બનાવવાની તૈયારી હતી. કોહેનને ગુપ્ત સૈન્ય બીફ્રિંગ આપવામાં આવી હતી. જાન્યુઆરી 1965માં જ્યારે કોહેન ઇઝરાયેલને ગુપ્ત મેસેજ મોકલતો હતો તે સમયે સીરિયન કાઉન્ટર ઇન્ટેલિજન્સે તેના રેડિયો સિગ્નલની ઓળખ કરી લીધી હતી અને તેને પકડી લીધો હતો.

આ પણ વાંચો: સોનાના ભંડાર, ડોલર અને યુરોમાં કમાણી, સીરિયાના ભાગેડુ રાષ્ટ્રપતિની મિલકત જાણી ઊડી જશે હોશ

કોહેનને જાહેરમાં ફાંસી આપવામાં આવી હતી

એક સૈન્ય કેસ બાદ મે 1965માં કોહેનને દમિશ્કમાં જાહેરમાં ફાંસી પર લટકાવી દેવામાં આવ્યો હતો. સીરિયાએ કોહેનના શબને ઇઝરાયેલમાં તેના પરિવારને પરત કરવાનો ઇનકાર કરી દીધો હતો. કથિત રીતે તેના શબને કેટલીક વખત અલગ અલગ જગ્યાએ દફનાવવામાં આવ્યો હતો જેથી ઇઝરાયેલ તેના અવશેષો શોધીને પરત ના લઇ જઇ શકે.

મહત્ત્વપૂર્ણ છે કે અલ કોહેન પર Netflix પર The Spy નામની વેબસીરિઝ પણ બની ચુકી છે.

Related News

Icon