Home / World : World News: Chicago's Knight Club firing, 3 killed, 16 injured

USA news: શિકાગોની નાઈટ ક્લબમાં અંધાધૂંધ ગોળીબાર, 3નાં મોત, 16 ઈજાગ્રસ્ત

USA news: શિકાગોની નાઈટ ક્લબમાં અંધાધૂંધ ગોળીબાર, 3નાં મોત, 16 ઈજાગ્રસ્ત

World news: શિકાગોની એક નાઈટ કલબની બહાર અચાનક અંધાધૂંધ ગોળીબાર થતાં ૩નાં મોત થયા હતા અને ૧૬ને ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તો પૈકી કેટલાકની હાલત ગંભીર છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી અનુસાર શિકાગોના રેપ્પર (પોપ-મ્યુઝિક સિંગર) મેલો બકઝના આલ્બમના વિમોચન સમયે આ નાઈટ-કલબમાં ઘણા લોકો એકત્રિત થયા હતા. આ આલ્બમ રીલીઝ થયું પછી નિયમાનુસાર ખાણી-પીણી પણ થઈ. આ આનંદ-પ્રમોદ પૂરો થવા આવ્યો અને કેટલાક ઘર તરફ રવાના થવા તૈયાર થયા ત્યાં જ બહાર કાર પાર્કિંગમાં અંધાધૂંધ ગોળીબાર થતાં ત્રણના સ્થળ ઉપર જ મૃત્યુ થયા હતાં, જયારે અન્ય 16 જેટલાને ઇજાઓ થઈ હતી જે પૈકી કેટલાક ગંભીર છે.

આ સમયે કાર ચલાવી પાર્કિંગ પ્લોટની બહાર જઈ રહેલી એક વ્યકિતએ પોતાના મોબાઈલ ઉપર આ ઘટનાક્રમની ફિલ્મ ઉતારી લીધી હતી. જેમાં બંદૂકના અવાજો પણ સંભળાતા હતા. સદ્ભાગ્યે તે કાર આ ગોળીબારવાળા વિસ્તારથી દૂર હતી અને તે બહાર જઈ રહી હતી. ગોળીબાર કરનાર શખ્સ ઓળખી શકાયો નથી. તેમ જ હજી તે પકડી પણ શકાયો નથી.

આ પૂર્વે આ સ્થળ પાસે ભારે ભોજન સમારંભ - હશ-લાઉન્જ નામક નાઈટ કલબમાં ચાલતો હતો ત્યારે પણ ગોળીબારી થઈ હતી. જેમાં એક વ્યકિતનું મૃત્યુ થયું હતું. આ સ્થળે જ પછીથી આર્ટિસ-લાઉન્જ નામક આ નાઈટ કલબ શરૂ થઈ હતી. નક્કર વાસ્તવિકતા તે છે કે, અમેરિકામાં ગન-કલ્ચર હાથ બહાર ગયું છે.

યુ.એસ.ના ડીઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે, ૨૦૨૩માં જ આશરે ૪૭,૦૦૦ જેટલાનાં મૃત્યુ આવા ગોળીબારોમાં થયા હતા. નિરીક્ષકો કહે છે, અમેરિકામાં ગન કલ્ચર કાબુમાં આવે તે શક્ય લાગતું નથી.

Related News

Icon