Home / World : 'You can't take this with you', woman kills dog at airport

'આને સાથે વિમાનમાં નહિ લઈ જઈ શકો', સાંભળતા જ મહિલાએ એરપોર્ટ પર જ કૂતરાને મારી નાખ્યો

'આને સાથે વિમાનમાં નહિ લઈ જઈ શકો', સાંભળતા જ મહિલાએ એરપોર્ટ પર જ કૂતરાને મારી નાખ્યો

આજે અનેક લોકો કૂતરાને શોખથી પાળે છે. તેના માટે બધી જ સુખ અને સુવિધા ઊભી કરે છે. પરંતુ કેટલીકવાર એવા સંજોગો ઊભા થાય છે કે, મલિક કૂતરા સાથે ક્રૂરતાથી વર્તે છે. આવું જ કઇંક હાલમાં એક ફ્લાઇટમાં જોવા મળ્યું. જયાં  મહિલા પાસે તેના પાલતુ ડોગને ફ્લાઇટમાં લઈ જવા માટે પૂરતા કાગળો ન હતા. આ મહિલાએ પોતાના જ પાલતુ કૂતરા માટે ક્રૂરતાની બધી હદો વટાવી દીધી છે. અમેરિકાના ઓર્લાન્ડો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક હૃદયદ્રાવક ઘટના બની. અહીં, 57 વર્ષીય મહિલાએ એરપોર્ટના વોશરૂમમાં તેના પાલતુ કૂતરાને ડૂબાડીને મારી નાખ્યો. એવો આરોપ છે કે મહિલા તેના કૂતરાને ફ્લાઇટમાં લઈ જવા માંગતી હતી પરંતુ જરૂરી દસ્તાવેજોના અભાવે તેને બોર્ડિંગ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. પછી તે એટલી ગુસ્સે થયો કે તેણે કૂતરાને જાન થી મારી નાખ્યો. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શૌચાલયમાં ડૂબાડી દીધો 

અહેવાલો અનુસાર, આ ઘટના ગયા ડિસેમ્બરમાં બની હતી જ્યારે મહિલાએ ગુસ્સામાં આવીને તેના કૂતરાને એરપોર્ટના શૌચાલયમાં ડૂબાડી દીધો હતો અને પછી તેના મૃતદેહને કચરાપેટીમાં ફેંકી દીધો હતો. બાદમાં, સફાઈ કામદારોએ કૂતરાનો મૃતદેહ શોધી કાઢ્યો અને પોલીસને જાણ કરી. હવે આ મામલાની તપાસ કર્યા બાદ પોલીસે મંગળવારે આરોપી મહિલા એલિસન અગાથા લોરેન્સની ધરપકડ કરી છે.

અહેવાલો અનુસાર, લગભગ ત્રણ મહિના સુધી તપાસ કર્યા પછી, પોલીસે મહિલા વિરુદ્ધ વોરંટ જારી કર્યું અને તેની પ્રાણી ક્રૂરતાના આરોપસર ધરપકડ કરવામાં આવી. આ ગુનાને અમેરિકામાં થર્ડ ડિગ્રી ગુનો ગણવામાં આવે છે. ધરપકડના થોડા સમય પછી, મહિલાએ $5,000 ની જામીન રકમ જમા કરાવી અને હાલમાં તેને મુક્ત કરવામાં આવી છે.

ફ્લાઇટમાં ચઢવાની મંજૂરી ન હોવાને કારણે

મળતી માહિતી મુજબ, આ ઘટના બાદ અમેરિકામાં પ્રાણીઓના અધિકારોના રક્ષણ અંગે અવાજ ઉઠવા લાગ્યો છે. ફ્લોરિડામાં એક પ્રાણી અધિકાર કાર્યકર્તાએ કહ્યું કે તે આઘાતજનક છે કે એક મહિલાએ તેના પાલતુ પ્રાણીને ફક્ત એટલા માટે મારી નાખ્યું કારણ કે તેને ફ્લાઇટમાં ચઢવાની મંજૂરી નહોતી. દરમિયાન, ફ્લોરિડાના સેનેટર ટોમ લીકે કહ્યું કે આ કેસમાં પ્રાણી ક્રૂરતાના કાયદાને વધુ કડક બનાવવાની જરૂર છે. પ્રતીકાત્મક ચિત્ર

Related News

Icon