Home / Sports : Complaint filed against Yash Dayal in molestation case

RCBના સ્ટાર બોલર યશ દયાલની મુશ્કેલી વધી, યુવતીએ જાતીય શોષણનો આરોપ લગાવી નોંધાવ્યો કેસ

RCBના સ્ટાર બોલર યશ દયાલની મુશ્કેલી વધી, યુવતીએ જાતીય શોષણનો આરોપ લગાવી નોંધાવ્યો કેસ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વતી રમતા લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર યશ દયાલ ચર્ચામાં આવ્યો છે. ગાઝિયાબાદની એક યુવતીએ યશ દયાલ પર માનસિક અને જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. સમગ્ર મામલે યશ દયાલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

RCB ક્રિકેટર યશ દયાલ પર જાતીય શોષણનો આરોપ

ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક યુવતીએ RCB ક્રિકેટર યશ દયાલ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. ફરિયાદ મુજબ, યશ દયાલે લગ્નની લાલચ આપીને યુવતીનું આર્થિક, માનસિક અને જાતીય શોષણ કર્યું હતું. જેને લઈને યશ દયાલ વિરુદ્ધ BNSની કલમ 69 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, એક યુવતીએ RCBના સ્ટાર ફાસ્ટ બોલર યશ દયાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ જાતીય અને માનસિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. સમગ્ર મામલે CM યોગીના કાર્યાલયમાં સત્તાવાર ફરિયાદ કરવામાં આવી હતી. યશ દયાલને આ મામલે જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે, હવે તેની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

પીડિતાએ શું આરોપ લગાવ્યો?

પીડિતાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે, તે છેલ્લા 5 વર્ષથી યશ દયાલ સાથે સંબંધમાં હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, યશ દયાલ તેને જાતીય અને માનસિક રીતે હેરાન કરતો હતો. પીડિતાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, યશ દયાલ તેના સિવાય બીજી ઘણી છોકરીઓ સાથે સંબંધમાં હતો. 

તમને જણાવી દઈએ કે, પીડિતાએ પોલીસને યશ દયાલ સાથેના તેના સંબંધના વોટ્સએપ ચેટ સ્ક્રીનશોટ, વીડિયો કોલ અને ફોટાના પુરાવા આપ્યા હતા. પીડિતાએ કડક કાર્યવાહીની માંગ કરી છે. આ દરમિયાન, યશ દયાલના પિતાનું કહેવું છે કે, તે યુવતીને નથી ઓળખતો. આ યુવતીએ આ આરોપો કેમ લગાવ્યા છે તે સમજની બહાર છે. જ્યારે યશ દયાલે યુવતીના તમામ આરોપોને ખોટા ગણાવ્યા.

Related News

Icon