
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમની વડા પ્રધાનપદની ઉમેદવારી અને તેમની રાજકીય મહત્વાકાંક્ષાઓ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમનો જવાબ એવા સમયે આવ્યો છે જ્યારે છેલ્લા બે દિવસથી પીએમ મોદીની નિવૃત્તિ અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. યોગી આદિત્યનાથે કહ્યું કે તેઓ રાજકારણને પોતાનું પૂર્ણ-સમયનું કામ માનતા નથી.
યોગી આદિત્યનાથે તેમની રાજકીય ઇનિંગ્સ, ભાજપમાં તેમના ઉત્તરાધિકારી અને ઉત્તર પ્રદેશની સ્થિતિ અને દિશા વિશે જણાવ્યું છે. યોગી આદિત્યનાથને પૂછવામાં આવ્યું હતું કે- RSS તમને પસંદ કરે છે, મોદીજી તમને પસંદ કરે છે, તમને ઉપયોગી કહે છે, આ દેશનો એક મોટો વર્ગ તમને ક્યારેક પ્રધાનમંત્રી તરીકે જોવા માંગે છે, તો તમે આ વિશે શું કહેશો?
https://twitter.com/PTI_News/status/1906918300032094265
લોકોનો એક મોટો વર્ગ તમને પીએમ તરીકે જોવા માંગે છે. આ પ્રશ્નનો સંતુલિત જવાબ આપતાં યોગી આદિત્યનાથે કહ્યું કે તેઓ રાજકારણને પોતાનો પૂર્ણ-સમયનો વ્યવસાય માનતા નથી. તેમણે કહ્યું કે, "જુઓ, હું ઉત્તર પ્રદેશનો મુખ્યમંત્રી છું, પાર્ટીએ મને ઉત્તર પ્રદેશના લોકો માટે અહીં મૂક્યો છે, અને રાજકારણ મારા માટે પૂર્ણ-સમયની નોકરી નથી, ઠીક છે, અત્યારે આપણે અહીં કામ કરી રહ્યા છીએ, પણ હું ખરેખર યોગી છું.
પોતાના રાજકીય ભાવિનો રસ્તો ખુલ્લો પણ રાખ્યો
પોતાના રાજકીય ભાવિનો રસ્તો ખુલ્લો રાખતા કહ્યું કે, જ્યાં સુધી આપણે ત્યાં છીએ... ત્યાં સુધી આપણે કામ કરી રહ્યા છીએ. આ માટે પણ એક સમય મર્યાદા હશે.
યોગી આદિત્યનાથની આ ટિપ્પણી એવા સમયે આવી જ્યારે પીએમ મોદીના ઉત્તરાધિકારીની બાબતે ચર્ચાએ જોર પકડ્યું છે. પીએમ મોદીએ હાલમાં જ નાગપુર સ્થિત RSS મુખ્યાલયે ગયા હતા. એ પછી વિપક્ષી દળોએ આ બાબતે ચર્ચા છેડી હતી.
ભાજપે-સંઘે દાવો ફગાવ્યો
ભાજપ અને આરએસએસ બંનેએ રાઉતનો આ દાવો ફગાવ્યો છે. તેમણે રાઉતની ટીપ્પણીને પાયાવિહોણી ગણાવી છે. તેમજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસે જાહેરાત કરી છે કે, 2029માં પણ અમે મોદીજીને વડાપ્રધાન બનાવીશું. મુઘલ કાળમાં પિતા જીવિત હોય અને પુત્ર ગાદી પર બેસી જાય.