
બે દિવસ પહેલા વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના ટુંડાવ નજીકથી વડોદરાના યુવકની લાશ મળી હતી. યુવાનની હત્યા થયેલી લાશ રહસ્યમય સંજોગોમાં મળતા પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો. જેણે લઈને મંજુસર પોલીસે સમગ્ર ઘટના નો ભેદ ઉકેલ્યો હતો. યુવકની હત્યાં પ્રેમિકાના ભાઈ અને તેના મિત્રોએ કરી હોવા નુ ખુલ્યું હતું. જે મામલે પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે.
CCTV ફૂટેજને આધારે ઉકેલાયો હત્યાનો ભેદ ઉકેલાયો
સાવલી તાલુકાના ટુંડાવ ગામ પાસે યુવકમો હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી હતી. ગામ પાસે જ રહસ્યમય સંજોગોમાં લાશ મળતા પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ યુવક સુભાનપુરા, વડોદરાના ૩૨ વર્ષીય રાહુલ રાજેન્દ્રકુમાર સોની તરીકે થઈ હતી. યુવકની હત્યાના પ્રકરણમાં મંજુસર પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી ચાર લોકોને ઝડપી લીધા છે જયારે એક વોન્ટેડ છે. મંજુસર પોલીસે CCTV ફૂટેજ, મોબાઈલ લોકેશન અને ટેક્નિકલ સોર્સીંસથી તપાસ હાથ ધરી હતી. જેમાં મારનાર રાહુલ બાઈક પર કોઈ યુવતી સાથે દેખાયો હતો જેથી પોલીસે CCTV મૃતકની માતાને બતાવ્યા હતા. જેમાં મૃતકની માતાએ બાઈક પર બેઠેલી યુવતી સંગીતા હોવાનું પોલીસને જણાવ્યું હતું. જેથી પોલીસે સંગીતા અને તેના ભાઈની કડકાઈથી પૂછપરછ કરતા તેમણે ખુલાસો કર્યો હતો.
પ્રેમપ્રકરણમાં યુવકની હત્યા કરાઈ
જેને પગલે મંજુસર પોલીસે મહેશ પર્ફે પપ્પુ વિનોદભાઈ માળી રહે. વડોદરા, ચેતન દિનેશ માળી રહે. સાવલી, નાસીર યુનુસ ચૌહાણ રહે. સાવલી અને ફહીમ હુસેન અલ્તાફ હુસેન મલેક રહે. સાવલીની ધરપકડ કરી હતી,. જ્યારે દિલીપ રાજુ માળીને વોન્ટેડ જાહેર કર્યો હતો. આરોપી મહેશ ઉર્ફે પપ્પુ માળીની બહેન સાથે મૃતક રાહુલ સોનીને પ્રેમ સંબંધ હતો. બંને નર્મદા પરિક્રમા કરવા માટે બાઈક ઉપર ગયા હતા. જેને લઈને આરોપી મહેશ ઉર્ફે પપ્પુએ રાહુલ સોનીને રીક્ષા અને બાઈકમાં વિવિધ જગ્યાએ લઈ જતા રાહુલ અને મહેશ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેથી મહેશ અને તેના મિત્રોએ રાહુલ માર મારીને હત્યા કરી લાશ ટુંડાવ રોડ પર ફેંકી દઈ ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં તેની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.