Home / : 500 watt electric current: Eel fish

Zagmag: 500 વોટનો ઇલેકિટ્રક કરંટ :ઇલ માછલી

Zagmag: 500 વોટનો ઇલેકિટ્રક કરંટ :ઇલ માછલી

પ્રાણીઓમાં સ્વરક્ષણ માટે અવનવી અને અદ્ભૂત ટેકનિક હોય છે. ઇલ માછલી તેમાં સૌથી જુદી પડી જાય. આ માછલી ભયભીત થાય ત્યારે શરીરમાંથી તીવ્ર વીજકરંટ છોડીને દુશ્મન જળચરને શોક આપી બેભાન કરી નાખે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઇલ માછલી દક્ષિણ અમેરિકાના મીઠા પાણીના તળાવ અને એમેઝોન નદીમાં જોવા મળે છે. ઇલ શિકારી માછલી છે. તેની ૮૦૦ જાત જોવા મળે છે. ઇલ સાપ જેવી પાતળી અને લાંબી હોય છે તે બે ઇંચથી માંડી ૧૩ ફૂટ લાંબી હોય છે. તેની પીઠ ઉપર માથાથી પૂંછડી સુધી ઊભી રીબીન જેવી પટ્ટી હોય છે. ઇલેકિટ્રક ઇલના પડખામાં વીજપ્રવાહ પેદા કરતાં કોષો હોય છે. ઇલના શરીર પર ભિંગડા હોતા નથી.  કિનારાના ખડકોમાં છુપાઈને રહે છે અને રાત્રે શિકાર કરવા નિકળે છે. ઇલ સામૂહિક સ્થળાંતર માટે જાણીતી છે. તે સાત માસ સુધી ૩૦૦૦ કિલોમીટર પ્રવાસ કરી અન્ય સ્થળે જાય છે. પ્રવાસ દરમિયાન તે ખાતી નથી. ઇલ જીવનમાં એક જ વાર ઇંડા મૂકે છે. ઇંડા મૂકીને તરત જ મૃત્યુ પામે છે. 

Related News

Icon