Home / India : Zeeshan Siddique receives threat D Company

'10 કરોડ આપો નહીં તો પિતાની જેમ મારી નાખીશું', બાબા સિદ્દીકીના પુત્ર જીશાનને મળી ધમકી

'10 કરોડ આપો નહીં તો પિતાની જેમ મારી નાખીશું', બાબા સિદ્દીકીના પુત્ર જીશાનને મળી ધમકી

મહારાષ્ટ્રના બાંદ્રા ઇસ્ટના પૂર્વ ધારાસભ્ય અને NCP નેતા જીશાન સિદ્દીકીએ દાવો કર્યો કે તેમને ઇ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સિદ્દીકીએ દાવો કર્યો કે ઇ-મેલમાં કહેવામાં આવ્યું કે જો તેને ડી-કંપનીના સભ્ય હોવાનો દાવો કરનારા એક વ્યક્તિને 10 કરોડ રૂપિયા ના આપ્યા તો તેની પિતા બાબા સિદ્દીકીની જેમ જ હત્યા કરવામાં આવશે. પોલીસે ફરિયાદ નોંધી છે. અમારો પરિવાર આ કારણે ઘણો પરેશાન છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જીશાન સિદ્દીકીને મેલ દ્વારા આપી ધમકી

જીશાન સિદ્દીકીને મેલમાં ધમકી આપી હતી જેમાં લખ્યુ છે, "જે હાલ તારા બાપનો થયો તેવો જ હાલ તારો થશે." ઇમેલ મોકલનારાએ એમ પણ કહ્યું કે દર છ કલાકે આ રીતે મેલ મોકલવામાં આવશે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે ફરિયાદ મળ્યા બાદ પોલીસે જાનથી મારી નાખવાની ધમકી અને બળજબરી વસૂલીની માંગ મામલે તપાસ શરૂ કરી છે.

જીશાન સિદ્દીકીએ કહ્યું, "છેલ્લા ત્રણ દિવસથી મને સતત ઇમેલ મળી રહ્યાં છે જેમાં લખ્યુ છે કે જો તમે 10 કરોડ રૂપિયા નહીં આપો તો બાબા સિદ્દીકીની જેમ તમારી પણ હત્યા કરવામાં આવશે. ઇમેલ મોકલનારાએ ડી-કંપનીના સભ્ય હોવાનો દાવો કર્યો છે અને મને પોલીસનો સંપર્ક ના કરવાની ચેતવણી આપી છે."

 

Related News

Icon