અમદાવાદમાં એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનાએ કોટાના એક પરિવારના હૃદયના ધબકારા વધારી દીધા હતા. અકસ્માત સમયે કોટાનો એક યુવાન પણ ત્યાં હાજર હતો. એર ઈન્ડિયાનું આ વિમાન જે બિલ્ડિંગ પર પડ્યું હતું, ત્યાંથી માત્ર 20 મિનિટ પહેલા જ આ યુવક નીકળ્યો હતો. આ યુવક કોટોના દિગોડનો નિવાસી છે અને અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. દુર્ઘટનાના થોડા સમય પહેલા મયંક આ જ બિલ્ડિંગની કેન્ટિનમાંથી ભોજન લઈ રહ્યો હતો કે જ્યાં થોડા સમય પછી વિમાન ક્રેશ થયું હતું. પરંતુ માત્ર 20 મિનિટ પહેલા મયંક ત્યાંથી નીકળી જતા તેનો જીવ બચી ગયો હતો.

