
Ahmedabad news: આખરે મોડે મોડે પણ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પલ્લવ બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. બ્રિજની ગુણવત્તા ચકાસવા માટે હાલ લોર્ડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. પલ્લવ બ્રિજની કામગીરી હાટકેશ્વર બ્રિજ તૈયાર કરનાર કોન્ટ્રાક્ટર અજય ઈન્ફ્રા દ્વારા કરવામાં આવી છે ત્યારે આ બ્રિજની ગુણવત્તા કેવી રહેશે તે સમય આવે ખબર પડશે. હાટકેશ્વર બ્રિજના વિવાદ બાદ આ બ્રિજ તૈયાર કરવામાં દોઢથી બે વર્ષનો વિલંબ થયો છે.
હાલ તો બ્રિજની ગુણવત્તા ચકાસવા માટે 35 મીટરની લંબાઈમાં કુલ 300 મેટ્રિક ટનના લોડ ટેસ્ટની કામગીરી પી.એમ.સી એજન્સીના નિરીક્ષણ હેઠળ કામગીરી ચાલુ કરવામાં આવી છે. શહેરના 132 ફુટ રીંગ રોડ પર પલ્લવ અને પ્રગતિનગર જંકશન પર કુલ 930 મીટરથી વધુ લાંબો 4 લેન સ્પ્લીટ ફ્લાય ઓવરબ્રિજ 117 કરોડના ખર્ચે કોન્ટ્રાકટર અજય એન્જિનિયરિંગ ઇન્ફા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યો છે. જે બ્રિજના સુપર સ્ટ્રક્ચરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હાલમાં અન્ડરસ્પેસ તેમજ બ્રિજના ફિનીસીગની કામગીરી ચાલી રહી છે. આગામી મેં માસમાં બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકાય તેવી શક્યતા સેવાઈ રહી છે.