આજે (3 જૂન) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે IPL 2025ની ફાઈનલ મેચ રમાવાની છે. જે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. પરંતુ ફાઈનલના કલાકો પહેલા જ RCBના હજારો ફેન્સ સ્ટેડિયમમાં ઉમટી પડ્યા છે. સ્ટેડિયમ બહાર પણ લાંબી લાઈન લાગી છે. RCBના ફેન્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
RCBના ફેન્સ
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) સાથે જ જો કોઈ ટીમના કરોડો ફેન્સ હોય તો તે છે RCB. ટીમ ગમે તે સ્ટેડિયમમાં રમે, તે હંમેશા હોમ ગ્રાઉન્ડ મેચ જ લાગે છે, કારણ કે ટીમના અને વિરાટ કોહલીના ફેન્સ હંમેશા સપોર્ટ કરવા માટે સ્ટેડિયમમાં પહોંચે છે. વિરાટ કોહલી અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ એકબીજાના પર્યાય છે. ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન 18 વર્ષથી બેંગલુરુની ટીમ સાથે છે, પરંતુ તે હજુ સુધી તેની પ્રથમ IPL ટ્રોફી નથી જીતી શક્યો. આવી સ્થિતિમાં આજે ફેન્સ ઈચ્છશે કે RCBની ટીમ તેના ટ્રોફીના દુષ્કાળનો અંત લાવે.
નવી ટીમ ચેમ્પિયન બનશે
આજે RCB કે PBKS જે પણ ટીમ જીતે, એક વાત તો નિશ્ચિત છે કે આ વખતે ફેન્સને નવા ચેમ્પિયન્સ મળશે. કારણ કે IPLના ઈતિહાસમાં RCB કે PBKS બંનેમાંથી એકપણ ટીમ હજુ સુધી IPLની ટ્રોફી નથી જીતી. આજે તે દુષ્કાળનો અંત આવશે અને કોઈ એક ટીમ પહેલી વખત ટાઈટલ જીતશે.