
Gujarat Rain News: ગુજરાતમાં ગઇકાલથી ચોમાસાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં એકસામટો 7થી 8 ઈંચ વરસાદ ખાબકતાં લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે લેટેસ્ટ આગાહી જાહેર કરતાં ગુજરાતના લોકોની ચિંતા વધી છે.
જાણો 6 કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો
ત્યારે આજે સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી એટલે કે માત્ર 6 કલાકના ગાળામાં સાબરકાંઠાના ઈડરમાં 5.51 ઈંચ, બનાસકાંઠાના ધાનેરામાં 4.57 ઈંચ, જામનગરના જોડિયામાં 3.7 ઈંચ, બનાસકાંઠાના વડગામમાં 2.95 અને દાંતીવાડામાં 2.76 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
8 જિલ્લામાં રેડ એલર્ટ
કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને મહેસાણામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અહીં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
જ્યારે અરવલ્લી, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.