Home / Gujarat / Kutch : Ban imposed on everything from jewelry to pre-wedding

Kutch news: આહિર સમાજે લીધો ખાસ નિર્ણય, દાગીનાથી માંડીને પ્રિ-વેડિંગ પર લગાવ્યો પ્રતિબંધ

Kutch news: આહિર સમાજે લીધો ખાસ નિર્ણય, દાગીનાથી માંડીને પ્રિ-વેડિંગ પર લગાવ્યો પ્રતિબંધ

આજકાલ સોશિયલ મીડિયાના કારણે એકબીજાનું જોઈને દેખાડા કરવાનું વધી ગયું છે. એવામાં લગ્ન પ્રસંગમાં પણ લોકો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ જવાની લાલસાએ લાખો-કરોડોનો ખર્ચ કરતા જોવા મળે છે. એટલું જ નહીં પરંતુ, આ ખર્ચ માટે આખો પરિવાર દેવામાં ડૂબી જાય છે અને પછી આખી જિંદગી તેમાંથી બહાર નથી આવી શકતા. આવી પરિસ્થિતિને ધ્યાને લઈને કચ્છના લોડાઇ પ્રાથરીયા આહીર સમાજ દ્વારા લગ્નન પ્રસંગના ખર્ચને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

લગ્ન-પ્રસંગમાં ખોટા ખર્ચથી બચવા બનાવ્યા નિયમો

સમાજ દ્વારા લગ્ન પ્રસંગમાં માતા-પિતાના માથે ભારણ ન વધે તે માટે સોનાના દાગીનાની લેતી-દેતી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સમાજમાં નિર્ણય લેવાયો કે, હાલ સોનાના ભાવ આસમાને છે અને આવા સંજોગોમાં દરેકને સોનાની લેતી-દેતી પરવડતી નથી. વ્યવહાર અને રીત-રિવાજોના ચક્કરમાં કોઈ પરિવાર આર્થિક રીતે ભાંગી ન પડે તે માટે આ નિર્ણય લેવાયો છે. 

જમણવારમાં 6 થી વધુ વાનગી નહીં, પ્રિ-વેડિંગ પર પ્રતિબંધ

આ સિવાય લોડાઇ પ્રાથરીયા આહીર સમાજમાં આ ઉપરાંત પણ બીજા અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં જમણવારમાં 6 થી વધુ વાનગીઓ રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે પણ વ્યક્તિ 6 થી વધુ વાનગી રાખશે તો 2.51 લાખનો દંડ કરવામાં આવશે.  તેમજ હલ્દી, મ્હેંદી તેમજ પ્રિ-વેડિંગ જેવી સેરેમની પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 

વરરાજાને શેરવાની પહેરવા પર 1 લાખનો દંડ

જોકે, આમાં અમુક ગેરવાજબી નિયમો પણ લાદવામાં આવ્યા છે. જેમાં જો વરરાજા લગ્નમાં શેરવાની પહેરે તો તેને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થશે. 

Related News

Icon