
Ahmedabad news: બહેનના દીકરા ભાણેજના લગ્નમાં મામાની ખુશીનો કોઈ પાર ન રહે અને મામા આનંદની ઘડીમાં લગ્નમાં પૈસા ઉડાડી, નાચીને પોતાની ખુશી વ્યક્ત કરે છે. જો કે અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા વર્ધમાનનગરમાં ભાણેજના લગ્નના વરઘોડામાં મામાએ પોતાની લાયસન્સવાળી પિસ્તોલથી બે રાઉન્ડ ગોળીબાર કરીને ખુશી વ્યક્ત કરી હતી. ગત 19 એપ્રિલના રોડ કુંભાભાઈ રાણાએ પોતાના ભાણેજના લગ્નના વરઘોડામાં ચાલુ વરઘોડામાં ફાયરિંગ કરતા ઘાટલોડિયા પોલીસ મથકે ફાયરિંગ અંગેનો ગુનો નોંધાયો હતો.
ઘાટલોડિયામાં આવેલા વર્ધમાનનગરમાં ચાલુ વરઘોડામાં મામાએ આનંદના અતિરેકમાં આવીને લાયસન્સવાળી પોતાની પિસ્ટલથી બે રાઉન્ડ ફાયરિંગ કરી નાંખ્યું હતું. જો કે, આ ફાયરિંગથી કોઈ જાનહાનિ કે બીજા કોઈ નુકસાન નહોતું થયું પરંતુ જાહેરમાં બે રાઉન્ડ ફાયરિંગ કરતા ઘાટલોડિયા પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કરનાર કુંભાભાઈ રાણા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.