Home / India : What is caste census and its importance, know what impact will caste census have in country

જાતિગત વસ્તી ગણતરી શું છે અને કેમ મહત્વપૂર્ણ? જાણો દેશમાં જાતિ ગણતરીથી શું થશે અસર

જાતિગત વસ્તી ગણતરી શું છે અને કેમ મહત્વપૂર્ણ? જાણો દેશમાં જાતિ ગણતરીથી શું થશે અસર

કેન્દ્રની મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ યોજાયેલી સુપર કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણય અંગે માહિતી આપી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, 'કોંગ્રેસ સરકાર હંમેશાથી જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કરતી આવી છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જાતિ આધારિત વસ્તી ગણતરીને માન્યતા આપવા નિર્દેશ આપ્યો હતો. ઘણા રાજકીય પક્ષોએ આ વાતને સમર્થન આપ્યું હતું. પરંતુ કોંગ્રેસ પક્ષ જાતિ આધારિત વસ્તી ગણતરી નહીં પણ માત્ર જાતિની ગણતરીનો સર્વે કરવા માગતી હતી. જે સ્પષ્ટપણે સંકેત આપે છે કે, તેઓ રાજકીય લાભ માટે જાતિ આધારિત જ વસ્તી ગણતરીનો ઉપયોગ કરે છે.'

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રાજકીય બાબતોની કેબિનેટ કમિટી સુપર કેબિનેટ તરીકે ઓળખાય છે. કારણકે, તેમાં કેન્દ્રીય મંત્રીમંડળના ટોચના મંત્રીઓ સામેલ થાય છે. CCPAના વર્તમાન સભ્યોમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી, માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ સામેલ છે.

ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી ક્યારે હાથ ધરવામાં આવી હતી?

ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી વર્ષ 2011માં હાથ ધરવામાં આવી હતી. આ સ્વતંત્ર ભારતની સાતમી વસ્તી ગણતરી હતી અને અત્યાર સુધી તેને દેશની 15મી વસ્તી ગણતરી માનવામાં આવે છે. 2011ની વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવી હતી. પ્રથમ તબક્કો હાઉસ લિસ્ટિંગ અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR) હતો, જે એપ્રિલ અને સપ્ટેમ્બર 2010 વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો. બીજો તબક્કો વસ્તી ગણતરીનો હતો, જે 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2011 સુધી ચાલી હતી. આમાં, ભારતની કુલ વસ્તી 121 કરોડથી વધુ નોંધાઈ હતી.

આ વસ્તી ગણતરીમાં પુરુષોની સંખ્યા લગભગ 62.3 કરોડ અને સ્ત્રીઓની સંખ્યા 58.7 કરોડ હતી. વસ્તી વૃદ્ધિ દર 17.64% અને સાક્ષરતા દર 74.04% નોંધાયો હતો. કોવિડ-19 રોગચાળાને કારણે 2021ની વસ્તી ગણતરી પહેલા મુલતવી રાખવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ વહીવટી અને રાજકીય કારણોસર તેને પણ મુલતવી રાખવામાં આવી હતી. આ વસ્તી ગણતરીને ખાસ માનવામાં આવી કારણ કે તે ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી બનવાની હતી, જેમાં મોબાઇલ એપ્લિકેશન્સ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા ડેટા એકત્રિત કરવાનું લક્ષ્ય હતું.

વસ્તી ગણતરીની સાથે, સરકાર રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (NPR) ને પણ અપડેટ કરવા માંગતી હતી, જેનો કેટલાક રાજ્યોએ વાંધો ઉઠાવ્યો હતો. આ કારણે પ્રક્રિયા વધુ જટિલ બની ગઈ. આ ઉપરાંત, નાગરિકતા સુધારો અધિનિયમ (CAA) અને NPR ને લઈને દેશભરમાં રાજકીય ચર્ચાઓ અને વિરોધ પ્રદર્શનો થયા, જેના કારણે વસ્તી ગણતરી પ્રક્રિયા પર અસર પડી.

જાતિગત વસ્તી ગણતરી શું છે અને તે શા માટે મહત્વપૂર્ણ છે?

વિપક્ષનું કહેવું છે કે જો જાતિગત વસ્તી ગણતરી કરવામાં આવે તો સમાજમાં કઈ જાતિના કેટલા લોકો છે તેની વિગતો જાણી શકાશે. આનાથી તેમને અનામતનો લાભ મળી શકે છે. વિપક્ષ હંમેશા કહેતો રહ્યો છે કે પછાત વર્ગોની સંખ્યા વધારે છે પણ તેમની ભાગીદારી એટલી બધી નથી. રાહુલ ગાંધી દરેક સભામાં કહેતા રહ્યા છે કે જો તેમની સરકાર બનશે તો તેઓ જાતિગત વસ્તી ગણતરી કરશે અને અનામતની 50 ટકા મર્યાદા ઓળંગશે.

જાતિ ગણતરીથી શું અસર થશે?

  • જાતિ ગણતરી કરીને આપણે જાણી શકીશું કે કેટલા લોકો કઈ જાતિના છે.
  • જો પછાત જાતિના લોકો વધુ હશે તો તેમને વધુ અનામત આપવાનું દબાણ આવશે.
  • હાલમાં, ઘણી જાતિઓ એવી છે જેમને અનામતનો લાભ મળતો નથી, તેમને પણ ફાયદો થશે.
  • અત્યાર સુધી સામાજિક-આર્થિક વસ્તી ગણતરી હાથ ધરવામાં આવતી હતી, પરંતુ પહેલીવાર જાતિ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે.
  • આનાથી દેશના રાજકારણમાં ખાસ કરીને હિન્દી પટ્ટાના વિસ્તારોમાં મોટો ફેરફાર આવશે.

ભારતમાં છેલ્લી જાતિગત વસ્તી ગણતરી ક્યારે હાથ ધરવામાં આવી હતી?

ભારતમાં છેલ્લી સંપૂર્ણ જાતિ આધારિત વસ્તી ગણતરી બ્રિટિશ શાસન દરમિયાન 1931માં હાથ ધરવામાં આવી હતી. આ એ જ વસ્તી ગણતરી હતી જેમાં પહેલી અને છેલ્લી વખત બધી જાતિઓનો વિગતવાર ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. આ પછી, 1941ની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી, પરંતુ બીજા વિશ્વયુદ્ધને કારણે તે અધૂરી રહી. સ્વતંત્ર ભારતમાં 1951થી ફક્ત અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ની ગણતરી કરવામાં આવે છે. તે સમયે એક નીતિ બનાવવામાં આવી હતી કે સામાન્ય કેટેગરી અને પછાત જાતિઓની ગણતરી કરવામાં આવશે નહીં, જેના કારણે જાતિનો ડેટા મર્યાદિત થઈ ગયો. જોકે, 2011માં સામાજિક-આર્થિક અને જાતિ વસ્તી ગણતરી (SECC) હાથ ધરવામાં આવી હતી. પરંતુ તેમાં એકત્રિત કરવામાં આવેલ જાતિ ડેટા સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો ન હતો, કારણ કે લગભગ 46 લાખ જાતિઓના નામ અને જોડણીમાં તફાવત હોવાને કારણે ડેટા ચકાસવો પડકારજનક હોવાનું કહેવાય છે.

 

Related News

Icon