Pahalgam Attack: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં ગઈકાલે મંગળવારે (22 એપ્રિલ, 2025) થયેલા આતંકવાદી હુમલામાં સુરતના યુવક અને ભાવનગરના પિતા-પુત્રનું ગોળીબારમાં મોત નીપજ્યું હતું. સરકાર દ્વારા આજે બુધવારે ભાવનગરના મૃતકોના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા છે. સુરતના યુવકનો મૃતદેહ દિલ્હીથી અંદાજિત રાત્રે 11 વાગ્યે સુરત એરપોર્ટ લાવવામાં આવશે.

