Bilawal Bhutto Accepted Pakistan Terrorism History: પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ થોડા દિવસ પહેલા ભારતને ધમકી આપી હતી. સિંધુ જળ કરારને રોકવા બાબતે બિલાવલે કહ્યું હતું કે, સિંધુ નદીમાં જો પાણી નહીં વહે તો તેમાં લોહી વહાવી દઇશું. તેમની આ ટિપ્પણીની ખૂબ જ ટીકા થઈ હતી. જોકે, આ દરમિયાન તેમણે એક એવું કબૂલનામું કર્યું, જેણે પાકિસ્તાનના ગુનાઓને આખી દુનિયા સામે ઉજાગર કરી દીધા છે. બિલાવલ ભુટ્ટોએ સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફના એ કબૂલનામાને સાચું જણાવ્યું, જેમાં તેમણે કહ્યું હતું કે, 'પાકિસ્તાન આતંકવાદનું સમર્થન કરે છે. અમે આશરે ત્રણ દાયકા સુધી અમેરિકા અને પશ્ચિમી દેશો માટે આ કામ કર્યું છે. અમને આતંકવાદીઓને પાળવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી.'

