Ahmedabad Plane Crash News: વિમાન દુર્ઘટનામાં જેતપુરનો વિદ્યાર્થી મિતાંશુ ઠેસિયા પણ સામેલ હતો, જે અમદાવાદની મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ઘટના સમયે મિતાંશુ તેના મિત્ર સાથે ત્યાં હાજર હતો, પણ તેઓ સમયસૂચક પગલાં લઈ દુર્ઘટનાસ્થળેથી દૂર ખસ્યા હતા. છતાં પણ દુર્ઘટનાની આગના તાપથી મિતાંશુના હાથમાં દાઝની ઈજા થઇ હતી. મિતાંશુએ જણાવ્યું કે ઘટનાની ભયાવહતા અત્યંત ડરામણી હતી અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા. મિતાંશુના બચાવથી પરિવાર હર્ષભેર, ભગવાનનો આભાર માન્યો હતો.