Ahmedabad Plane Crash News:12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી વખતે એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન મેડિકલ કોલેજ હોસ્ટેલ સાથે અથડાઈને ક્રેશ થયું હતું. પ્લેનમાં 242 લોકો સવાર હતા. તેમાંથી ફક્ત એક જ મુસાફર બચી શક્યો હતો. આ ઉપરાંત વિમાન મેડિકલ કોલેજ હોસ્ટેલ સાથે અથડાયું હોવાથી ત્યાં હાજર અનેક લોકોના પણ મોત થયા છે. જેમાં અગાઉ ટાટા ગ્રુપે અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક મુસાફરના પરિવારને રૂ. 1 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. તેમજ હવે ટાટા ગ્રુપે કોલેજ હોસ્ટેલના પરિસરમાં હાજર જીવ ગુમાવનાર લોકો માટે પણ રૂ. 1 કરોડની આર્થિક સહાયની સ્પષ્ટતા કરી છે.

