Home / Gujarat / Ahmedabad : PM Modi's roadshow in Ahmedabad, these roads will be closed

અમદાવાદમાં પીએમ મોદીનો રોડ શો, 600થી વધુ ટ્રાફિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત; આ રસ્તાઓ રહેશે બંધ

અમદાવાદમાં પીએમ મોદીનો રોડ શો, 600થી વધુ ટ્રાફિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત; આ રસ્તાઓ રહેશે બંધ

પહેલગામ હુમલા બાદ ઓપરેશન સિંદૂર થકી બદલો લીધા બાદ પીએમ મોદી માદરે વતન પધારી રહ્યા છે ત્યારે અમદાવાદમાં એરપોર્ટથી ઈન્દિરા બ્રીજ સુધી રોડ શો યોજાવાનો છે. આને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે પણ લોકોને અડચણ ના પડે તે માટે અગાઉથી જ માર્ગદર્શિકા જાહેર કરી લોકોને અવગત કર્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ટ્રાફિક નિયમન માટે 2 ડીસીપી 3 એસીપી અને 600 પોલીસ કર્મચારીઓ હાજર રહેશે

અમદાવાદ શહેરમાં 26 તારીખે સાંજે 4 વાગેથી શાહીબાગ ડફનાળાથી ઈન્દિરાબ્રિજ સર્કલ સુધી રોડ બંધ રહેશે. અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો ને લઈને પોલીસે સખ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. પીએમ મોદીના રોડ શો દરમિયાન ટ્રાફિક નિયમન માટે 2 ડીસીપી 3 એસીપી અને 600 પોલીસ કર્મચારીઓ હાજર રહેશે. 

ઈમરજન્સી માટે પોલીસના એક્સ્ટ્રા વાહનો રાખવામાં આવશે

રોડ શો દરમિયાન ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસે ચોક્કસ રસ્તાઓ બંધ કર્યા છે. વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ ઉપયોગમાં લેવાની પોલીસે અપીલ કરી છે. એરપોર્ટ જનારા મુસાફરોએ 2 કલાક વહેલા આવી જવાની અપીલ કરવામાં આવી છે. ફ્લાઇટથી જતા મુસાફરો ટિકિટ બતાવશે તો તેમને જવા દેવામાં આવશે .ઈમરજન્સી માટે પોલીસના એક્સ્ટ્રા વાહનો રાખવામાં આવશે.

10 જેટલા સ્થળો પર ટ્રાફિક પાર્કિગની વ્યવસ્થા

10 જેટલા સ્થળો પર ટ્રાફિક પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવી છે. 800 જેટલી બસ રોડ શોમાં આવતા લોકોની અવર જવર માટે ઉપયોગમાં લેવાશે. એરપોર્ટ રોડ પર વ્હિકલો અને એસટી બસોને ડાયવર્ટ કરવા સૂચના અપાઈ છે.  

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને લઈને ટ્રાફિક પોલીસની માર્ગદર્શિકા

અમદાવાદથી ગાંધીનગર અપ-ડાઉન કરનાર નાગરિકોએ બપોર પછી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો 

(૧) સુભાષ બ્રિજથી વિસત થઈ તપોવન સર્કલ અથવા
(૨) ડફનાળાથી રામેશ્વર થઈ મેમકોથી નરોડા પાટિયા થઈ ચિલોડા સર્કલ દ્વારા ગાંધીનગર સુધી આવાગમન કરી શકાશે

જે પ્રવાસીઓની ફ્લાઇટ સાંજે ૬ વાગ્યાથી ૯ વાગ્યાની વચ્ચે છે તેઓ પોતાના ઘરેથી રોજિંદા સમય કરતાં બે કલાક અગાઉ નીકળવાનું આયોજન કરવું 
ફ્લાઈટની ટિકિટ કોઈ પોલીસ જવાન માંગે ત્યારે બતાવવી જેથી આપને એરપોર્ટ પહોંચવામાં સરળતા રહે
ડફનાળાથી એરપોર્ટ જતા રસ્તા પર ૧૬:૦૦ (સાંજે ૪ કલાક) કલાક પછી માત્ર રોડશો અને એરપોર્ટના યાત્રીઓના વાહનોને જ પ્રવેશ આપવામાં આવશે 
ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ જનાર વાહનોએ હાંસોલ સર્કલથી સરદારનગર વાળો રસ્તો લઈને Pristine હોટેલ કટથી એરપોર્ટ જવાનું રહેશે
રોડ શોમાં આવતા લોકોએ નિર્ધારિત સ્થાન પર સાંજે 5:00 વાગ્યા પહેલા પહોંચી જવાનું રહેશે
સમગ્ર રોડ તેમજ સર્વિસ રોડ અને તેને જોડતા રસ્તાઓ (બપોરે ૧ કલાક) ૧૩:૦૦ કલાક પછી નો-પાર્કિંગ ઝોન રહેશે
હાંસોલ, કોટરપુર, નોબૅલ નગર, મેઘાણી નગર અને સરદાર નગરના સ્થાનિક રહીશોને નમ્ર અપીલ છે કે આ સમયગાળા દરમિયાન બિનજરૂરી રીતે વાહનો લઈને ઘરેથીના નીકળે અને આવશ્યકતા જણાય તો વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરે

ટ્રાફિક હેલ્પલાઇન - 
કોઈપણ પ્રકારની ઇમરજન્સી જણાય તો તાત્કાલિક હેલ્પલાઈન નંબર ૧૦૯૫ પર સંપર્ક કરો
તમામ અપડેટ માટે શહેર ટ્રાફિક પોલીસના સોશિયલ મીડિયા પેજ સાથે જોડાયેલા રહો

Related News

Icon