Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ અવિરત ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 159 તાલુકામાં ધોધમાર વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ જોડિયામાં 7.17 ઈંચ, મેંદરડામાં 5.7 ઈંચ, અમીરગઢ,માં 5.0 ઈંચ, કેશોદ 4.9 ઈંચ, કાલાવડ 4.6 ઈંચ અને પલસાણામાં 5.6 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ આજે (23મી જૂન) પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

