ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે જિલ્લાની પૂર્ણા, અંબિકા, ખાપરી, ગીરા નદી બે કાંઠે વહેતી થઈ હતી. જેના લીધે આહવા, વઘઇ અને સુબીર તાલુકામાં 20 જેટલા રસ્તાઓ બંધ થયા હતા અને લો-લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યું હતું. ગીરાધોધ રૌદ્ર સ્વરૂપે વહેતો થયો, જેના કારણે પ્રવાસીઓ માટે પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો. હાલ નદીઓનું જળસ્તર ઘટતાં જનજીવન ધીમે ધીમે પૂર્વવત થઈ રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધરાશાયી થયેલા વૃક્ષો હટાવી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા છે.