પેટ કમિન્સની કેપ્ટનશિપ હેઠળની સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) એ શુક્રવારે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ને પાંચ વિકેટથી હરાવી દીધુ હતું. CSKની પોતાના હોમ ગ્રાઉન્ડ ચેપોક સ્ટેડિયમ પર સિઝનની આ ચોથી હાર છે, જેનાથી એક નવો રેકોર્ડ બની ગયો છે. આ મેચ જોવા માટે બોલિવૂડ એક્ટ્રેસ શ્રુતિ હાસન (Shruti Haasan) પણ સ્ટેડિયમમાં હાજર હતી. CSK આ મેચ હારી જતા જ શ્રુતિ હસન રડી પડી હતી. હવે એક્ટ્રેસનો આ ઈમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

