Groundnut Oil News : મગફળી ઉત્પાદનમાં સમગ્ર દેશમાં નં. 1 અને દેશની 46 ટકાથી વધુ મગફળી પકવતા ગુજરાતમાં ગત વર્ષોમા લોકોને મોંઘુદાટ સિંગતેલ વેચ્યા બાદ ત્રણ વર્ષ બાદ ગુજરાતીઓને વાજબી ભાવે સિંગતેલ મળતું થયું છે. રાજકોટ તેલબજારમાં એક સપ્તાહમાં રૂ. 70નો ઘટાડો થઈને ગઈકાલે 15 કિલો ડબ્બો ઐતહાસિક તળિયે પહોંચ્યા બાદ આજે કરેક્શન બાદ રૂ. 2275- 2325ના ભાવે સોદા પડયા હતા. જથ્થાબંધ વેપારી સૂત્રોએ જણાવ્યું કે ઈ.સ. 2022 પછી સિંગતેલ આટલા નીચા ભાવ પર આવ્યું છે. અગાઉ રૂ. 3000 સુધી ભાવ પહોચ્યાં હતાં. અને ચાલુ વર્ષના આરંભે જાન્યુઆરીમાં પણ રૂ. 2500 આસપાસ ભાવ ટક્યા હતાં. જેમાં હાલ 200નો વધુ ઘટાડો થયો છે.

