
Gold Rate: છેલ્લા છ મહિનામાં સોનાના ભાવ સતત રેકોર્ડ ઊંચાઈએ હતા. 22 એપ્રિલે સોનું 3,500 ડોલર પ્રતિ ઔંસના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યું હતું. પરંતુ હવે વૈશ્વિક તણાવ શાંત થવા અને અમેરિકન બજારની સ્થિતિ સુધરવાને કારણે સોનામાં નરમાઈ જોવા મળી રહી છે. 28 મેના રોજ વૈશ્વિક અને રિટેલ સ્તરે સોનું સસ્તું થયું છે. બુધવારે આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાનો ભાવ 1.24% ઘટીને 3,299 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો. તનિષ્કની વેબસાઈટ પ્રમાણે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
તનિષ્ક પ્રમાણે સોનાના ભાવ (28 મે 2025):
-
24 કેરેટ સોનું: 97,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ (27 મેના રોજ 98,070 રૂપિયા હતું).
-
22 કેરેટ સોનું: 89,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ (27 મેના રોજ 89,900 રૂપિયા હતું).
MCX પર સોનામાં નાનો ઉછાળો:
રિટેલ અને આંતરરાષ્ટ્રીય સ્તરે સોનું બુધવારે સસ્તું થયું હોવા છતાં, MCX પર સોનામાં નાનો ઉછાળો જોવા મળ્યો. આજે સોનું 175 રૂપિયા વધીને 95,318 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું. MCX પર ચાંદીમાં પણ તેજી જોવા મળી, જે 464 રૂપિયા વધીને 97,939 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી.
શહેર પ્રમાણે સોનાના ભાવ (IBJA પ્રમાણે, 27 મે 2025):
-
નવી દિલ્હી: 95,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
-
મુંબઈ: 95,430 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
-
કોલકાતા: 95,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
-
બેંગલુરુ: 95,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
-
ચેન્નાઈ: 95,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ