12 એપ્રિલના રોજ હનુમાન (Hanumanji) જયંતિ ઉજવવામાં આવી રહી છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, બજરંગબલીનો જન્મ ચૈત્ર મહિનાની પૂનમના દિવસે થયો હતો, તેથી દર વર્ષે આ દિવસે હનુમાન જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે કેસરી નંદનની પૂજા કરવાથી ભક્તોની બધી મુશ્કેલીઓ દૂર થાય છે. હનુમાનજીની (Hanumanji) પૂજામાં સિંદૂરનું ખૂબ મહત્ત્વ છે. તો અહીં જાણો હનુમાનજીને સિંદૂર ચઢાવવા પાછળની માન્યતા શું છે.

