
સરહદ પર સતત ગોળીબાર કરી રહેલું પાકિસ્તાન 'Operation Sindoor' પછી ગભરાયું છે. પાકિસ્તાને હવે વળતો પ્રહાર કરતા ભારત પર 'મિસાઇલ' છોડવાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતીય સેનાએ પાકિસ્તાની મિસાઇલ હુમલો નિષ્ફળ બનાવ્યો. પાકિસ્તાની મિસાઇલને હવામાં જ તોડી પાડવામાં આવી. અમૃતસર નજીક પાકિસ્તાની મિસાઇલને હવામાં તોડી પાડવામાં આવી છે.
જણાવી દઈએ કે, પહેલગામ હુમલા બાદ ભારતીય સેનાએ 'Operation Sindoor' હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં નવ આતંકવાદી ઠેકાણાો પર સચોટ હુમલા કર્યા. આ કાર્યવાહી 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી હતી, જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ મિશનને 'ઓપરેશન સિંદૂર' નામ આપવામાં આવ્યું હતું અને તે મંગળવારે રાત્રે 1:04 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી ચાલ્યું હતું.
https://twitter.com/ANI/status/1920282146259767790
મેક્સાર ટેક્નોલોજી દ્વારા બહાર પાડવામાં આવેલી સેટેલાઇટ Image દર્શાવે છે કે ભારતીય મિસાઇલ હુમલાથી પાકિસ્તાનના બહાવલપુરમાં જામિયા મસ્જિદ અને મુરીદકે શહેરને ભારે નુકસાન થયું છે. આ ફોટાઓ હુમલા પહેલા અને પછી થયેલા નુકસાનને દર્શાવે છે.
https://twitter.com/ANI/status/1920282141381788035
આ હુમલાઓમાં સ્કેલ્પ ડીપ-સ્ટ્રાઈક ક્રુઝ મિસાઈલ, હેમર સ્માર્ટ વેપન સિસ્ટમ, ગાઈડેડ બોમ્બ કિટ્સ અને એક્સકેલિબર દારૂગોળો ફાયરિંગ કરતી M777 હોવિત્ઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્કેલ્પ મિસાઇલો રાફેલ ફાઇટર જેટના પાઇલટ્સને સુરક્ષિત અંતરેથી જમીન પર લક્ષ્યો પર હુમલો કરવા સક્ષમ બનાવે છે.