Home / Gujarat / Gandhinagar : Gandhinagar News: 261 ASIs promoted to PSI in the state

Gandhinagar News: રાજ્યમાં 261 ASIને PSI તરીકે પ્રમોશન આપવામાં આવ્યું

Gandhinagar News: રાજ્યમાં 261 ASIને PSI તરીકે પ્રમોશન આપવામાં આવ્યું

Gandhinagar News: રાજ્યના પોલીસ વિભાગમાં બઢતી અને બદલી દોર જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના 261 જેટલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI)ને પોલીસ સબ ઈન્સ્પેકટર (PSI)ના પ્રમોશન મળ્યાં છે. કુલ 261 એએસઆઈની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. નોંધનીય છે કે, પોલીસ સબ ઇન્સ્પેકટર (બિન હથિયારી) (વર્ગ-૩) સંવર્ગની ખાતાકીય બઢતી પરીક્ષામાં ભાગ લેવા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટે પિટિશનરોની તરફેણમાં ચુકાદો આવ્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રાજ્યના 261 ASI - આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર સંવર્ગના પોલીસ સબ ઇન્સ્પેકટર (બિન હથિયારી) ના ભરતી નિયમો નિયત કરવામાં આવ્યા હતા જેમાં કરાયેલી જોગવાઇ મુજબ બિન હથિયારી PSI સંવર્ગમાં બઢતીના નિયત થયેલ રેશિયો મુજબ પોલીસ સબ ઇન્સ્પેકટર (બિન હથિયારી) મોડ-૩ (વર્ગ-૩) ના ફાળે 35% જગ્યાઓ માટે 261 ASI ને પ્રમોશન આપી PSI બનાવવામાં આવ્યા છે.આ માટે ખાતાકીય બઢતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની કાર્યવાહી પૂર્ણ થયા બાદ અને ખાતાકીય બઢતી પરીક્ષાના પરિણામ આવ્યા બાદ આ અધિકારીઓને બઢતીના હુકમ કરવામાં આવ્યા છે.

Related News

Icon