Home / Gujarat / Surat : Mayor inaugurates state-of-the-art Contoura Vision LASIK machine

Surat News: મેયરના હસ્તે અત્યાધુનિક કોન્ટુરા વિઝન લેસિક મશીનનું ઉદઘાટન, ચશ્મા-કોન્ટેક્ટ લેન્સની મળશે મુક્તિ

Surat News: મેયરના હસ્તે અત્યાધુનિક કોન્ટુરા વિઝન લેસિક મશીનનું ઉદઘાટન, ચશ્મા-કોન્ટેક્ટ લેન્સની મળશે મુક્તિ

સુરત એએસજી આઈ હોસ્પિટલ (ASG EYE HOSPITAL) માં અદ્યતન કોન્ટુરા (CONTOURA) વિઝન લેસિક મશીનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મશીન દ્રષ્ટિ સુધારણા માટે વિશ્વમાં સૌથી અદ્યતન ટેક્નોલોજી ધરાવતી મશીનોમાંની એક છે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણી તથા ડેપ્યુટી મેયર શ્રી ડૉ. નરેન્દ્રભાઈ પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store


એએસજી આઈ હોસ્પિટલના ચીફ ઓપ્થલ્મોલોજિસ્ટ ડૉ. શૈલેન પટેલે કહ્યું કે, કોન્ટુરા વિઝન ટેક્નોલોજી દર્દીના નેત્રની અનન્ય સપાટી મુજબ વ્યક્તિગત રિફ્રેક્ટિવ સર્જરી કરવાની ક્ષમતા ધરાવે છે. જેના કારણે વધુ સ્પષ્ટ દ્રષ્ટિ મળે છે. કોન્ટુરા વિઝન આજે ઉપલબ્ધ સૌથી અદ્યતન લેસિક ટેકનોલોજીનું પ્રતિનિધિત્વ કરે છે. તે દરેક દર્દીના અનન્ય કોર્નિયલ ટોપોગ્રાફીને અનુરૂપ કસ્ટમાઇઝ્ડ દ્રષ્ટિ સુધારણા પ્રદાન કરે છે. જેના પરિણામે પ્રમાણભૂત લેસિક કરતાં વધુ સ્પષ્ટતા અને તીક્ષ્ણ દ્રષ્ટિ મળે છે. 

ડૉ. સૌરભ શાહે કહ્યું કે, કોન્ટુરા લેસિક એ પ્રથમ FDA-મંજૂર ટોપોગ્રાફી-માર્ગદર્શિત લેસિક ટેકનોલોજી છે. જે માત્ર માયોપિયા અને એસ્ટિગ્મેટિઝમ જેવી રીફ્રેક્ટિવ ભૂલોને સુધારે છે. એટલું જ નહીં પરંતુ કોર્નિયલ અનિયમિતતાની સારવાર કરીને દ્રષ્ટિની ગુણવત્તામાં પણ વધારો કરે છે. કોન્ટૂરા લેસિક ટેક્નોલોજીનો લાભ એવા દર્દીઓને મળશે જેઓ ચશ્મા અથવા કોન્ટેક્ટ લેન્સથી મુક્તિ ઇચ્છે છે. આ મશીન હવે સુરતમાં ઉપલબ્ધ હોવાથી દર્દીઓને અમદાવાદ અથવા મુંબઈ જેવી મેટ્રો સિટીઓમાં જવાની જરૂર નહીં રહે.

Related News

Icon