સમગ્ર દેશને પંચાયતી રાજનું મોડલ આપનાર ગુજરાતમાં જ 4 હજાર ગ્રામ પંચાયતમાં 3 વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે, જેમાં વધુ 1400 પંચાયતોની મુદ્દત 30 જૂને પૂર્ણ થઈ રહી છે. ચૂંટાયેલી પાંખ વિના પંચાયતોનો કારોબાર ચાલી રહ્યો છે ત્યારે કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે, વન નેશન-વન ઇલેક્શનના નામે ગુજરાતમાં પંચાયતોની ચૂંટણી સ્થગિત કરવાના કાવાદાવા કરવામાં આવી રહ્યાં છે.

