
Ahmedabad News: હોળી-ધૂળેટીના તહેવારમાં થલતેજ વિસ્તારના જય અંબે ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાઈ ગયેલા ધૂળેટી રેઈન ડાંસ પાર્ટીમાં માત્ર આયોજકને એએમસી તપાસ કમિટીએ રિપોર્ટ સોંપી 50 હજારનો દંડ ફટકાર્યો છે. બે મિનિટ સુધી ફાયર ટેન્કરમાંથી રેઈન ડાંસમાં પાણીનો મારો ચલાવ્યો હતો. ઈમરજન્સી સમયે અચાનક આગ લાગે ત્યારે ઉપયોગમાં આવે તેવી રીતે બંદોબસ્તમાં રહેલા ફાયર ટેન્કરના પાણીનો ઉપયોગ રેઈન ડાંસ પાર્ટીમાં કર્યો હતો.
અમદાવાદ સહિત રાજ્યમાં હોળી-ધૂળેટીની ધૂમધામથી ઉજવણી ચાલી રહી હતી, આ દરમ્યાન થલેતજના જય અંબે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ધૂળેટી રેઈન ડાંસ પાર્ટી યોજાઈ હતી. જેમાં બે મિનિટ સુધી ફાયર ટેન્કરમાંથી રેઈન ડાંસમાં પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જો કે, આના લીધે કર્મચારીઓ પર IR વિભાગની તપાસ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું કે, પોલીસ અધિકારીના પુત્ર દ્વારા આ રેઈન ડાંસનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ પોલીસ અધિકારીના કહેવાથી ફાયર ટેન્કર મોકલાયું હતું. જો કે, ફાયર બંદોબસ્તમાં ગાડી હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો હતો. તપાસ કમિટીના નામે ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓને બચાવવામાં આવ્યા હતા. જો કે એએમસીએ સંચાલકને રૂપિયા 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.