
અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ૧૧ માર્ચના રોજ એક આધેડની હત્યા થઈ હતી. તીક્ષ્ણ હથિયારથી હત્યા કરીને આરોપી નાસી છૂટયો હતો. સમગ્ર ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.
ઈસનપુર વિસ્તારમાં ગત મહિનાની ૧૧ તારીખે એક આધેડની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે તપાસ કરતાં મૃતકની ઓળક પુણ્યમભાઈ દંતાણી તરીકે થઈ હતી. 55 વર્ષીય આધેડની તીક્ષ્ણ હથિયાર મારી હત્યા કરવામાં આવી હતી. કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ ફરાર થઈ ગયો હતો. સમગ્ર તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાતા હત્યાના ગુનામાં સામેલ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. હત્યા કયા કારણોસર કરવામાં આવી તે હજુ અકબંધ છે.