Ahmedabad Plane Crash News: અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈ સમાચાર સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૨૩૧ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે જેમાંથી ૨૧૦ મૃતદેહ પરિવારજનોને સોંપાયા છે. ૧૦ પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, ૩ એર ક્લિયરન્સમાં હોવાથી ટૂંક સમયમાં પરિવારોને સોંપાશે જ્યારે ૮ પરિવારો બીજા સ્વજનના ડીએનએ મેચની રાહમાં છે.

