
અમદાવાદ શહેરમાં બે AMTS બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. દિલ્હી દરવાજા પાસે આ બનાવ બન્યો જેમાં એક બસ પાછળ બીજી બસ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. બસો વચ્ચે અકસ્માત થતા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા.
દિલ્હી દરવાજા ચાર રસ્તાથી થોડા આગળ બસ સ્ટેન્ડ પાસે એક બાઈક ચાલક અચાનક આગળ આવી જતા બસ નંબર ADM.02ના ડ્રાઈવર દ્વારા બ્રેક મારતા પાછળ આવતી બસ નંબર SMC.30 આગળની બસની પાછળ ટક્કર વાગી હતી. જેથી સીટમાં બેસેલ મહિલા પ્રવાસી આગળની સીટ સાથે અથડાતા હોઠ ઉપર સામાન્ય ઈજા થઈ હતી. તેમજ બસ નંબર SMC.30માં આગળનો કાચ તૂટવા સાથે બસને નુકશાન પહોમચ્યું હતું.