Home / Gujarat / Ahmedabad : Ahmedabad Plane Crash News: What happened at the last minute in the Ahmedabad plane crash, know the entire sequence of events at the last moment

Ahmedabad Plane Crash News: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અંતિમ ઘડીએ શું થયું, જાણો છેલ્લી ક્ષણનો આખો ઘટનાક્રમ 

Ahmedabad Plane Crash News: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અંતિમ ઘડીએ શું થયું, જાણો છેલ્લી ક્ષણનો આખો ઘટનાક્રમ 

Ahmedabad Plane Crash News: અમદાવાદ એરપોર્ટ પર બનેલી પ્લેન ક્રેશની ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. પ્રાથમિક રિપોર્ટ્સ અનુસાર, આ દુર્ઘટના પાછળ વિમાનની ફ્યુલ સ્વિચનું કટઓફ હોવાનું કારણભૂત માનવામાં આવી રહ્યું છે. આ રિપોર્ટથી ઘણી બાબતો પ્રકાશમાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અમદાવાદ એરપોર્ટ પરથી વિમાન ઉડાન ભરતાની સાથે જ બંને એન્જિન 3 સેકન્ડમાં જ બંધ થઈ ગયા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રિપોર્ટમાં એ પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે, એન્જિન બંધ થયા પછી પાઇલટે મુસાફરોના જીવ બચાવવા માટે શું કર્યું, પરંતુ તેમની તમામ પ્રયાસો નિષ્ફળ ગયા, ત્યારે વિમાન ક્રેશ થાય તે પહેલાં તેણે મેડે કોલ આપ્યો. તમને જણાવી દઈએ કે આ વિમાન દુર્ઘટનામાં ક્રૂ સહિત 270 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ચાલો તમને અમદાવાદ પ્લેન ક્રેશની સંપૂર્ણ ટાઈમલાઈન જણાવીએ.

ભારતીય સમયાનુસાર ઘટનાની ટાઈમલાઈન
બપોરે 1.37.37  વાગ્યે પ્લેન રનવે પર ચાલવાનું શરુ કર્યું 
બપોરે 1.38.39 પ્લેનને હવામાં (એર મોડ) રૂપાંતરિત કરવામાં આવ્યું, વિમાને ઉડાન ભરી. 
1.38.42 વાગ્યે પ્લેન 180 નોટ્સની મહત્તમ એર સ્પીડમાં પહોંચ્યું. 
એન્જિન 1 અને એન્જિન 2 ફ્યુલ કટ ઓફ સ્વિચમાં એક સેકન્ડમાં RUN થી Cut Offમાં  ચાલ્યું. 
એન્જિન N1 અને એન્જિન N2 ક્ષમતા ઓછી થવા લાગી, પ્લેનનો થ્રસ્ટ અને ઊંચાઈ પણ ઘટવા લાગી.
કોકપિટ વોઇસ રેકોર્ડિંગ: પાયલટ 1 એ બીજા પાયલટને પૂછ્યું કે, તમે ફ્યુલ બંધ કેમ કરી દીધું? ત્યારે બીજા પાયલટે જવાબ આપ્યો કે, મેં નથી કર્યું.
1.38.47 વાગ્યે  બંને એન્જિનની N2 (સ્પીડ) નિષ્ક્રિય થઈ નીચે આવી ગઈ. રેમ એર ટર્બાઇન (RAT) એક્ટિવ થઈ ગયું.
1.38.52  એન્જિન 1 ફ્યુલ કટઓફ સ્વિચને ફરી  RUN પર લઈ જવામાં આવી. 
1.38.54 APU ઇનલેટ ડોર ખુલવાનું શરૂ થયું (APU ઓટોસ્ટાર્ટ લોજિક શરૂ થયું).
1.38.56 એન્જિન 2 ફ્યુલ કટઓફ સ્વિચને ફરી RUN પર લઈ જવામાં આવી.
એન્જિન 1: EGTમાં વધારો થયો, પણ કોર સ્પીડ પાછી મેળવવામાં સફળતા ન મળી.
એન્જિન 2: વારંવાર ઇગ્નિશન શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોર એક્સિલરેશન જાળવી રાખવામાં સફળતા ન મળી.
1.39.05 પાયલટે 'MAYDAY MAYDAY MAYDAY' કૉલ કર્યો.
1.39.11 છેલ્લી વાર રેકોર્ડિંગ નોંધવામાં આવ્યું.
1.44.44 એરપોર્ટ પર ફાયર (અગ્નિશામક) ગાડીઓને મોકલવામાં આવ્યા અને સ્થાનિક ફાયર અને રેસ્ક્યૂ ટીમો પણ જોડાઈ.

Related News

Icon