
Ahmedabad News: અમદાવાદ બાવળા પોલીસ સ્ટેશન નજીક આવેલ આઈસ્ક્રીમ બનાવતી હોકો કંપનીમાં બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે. કંપનીના હોદ્દેદારો અને કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ હતી. કંપનીમાં આઈસ્ક્રીમ બનાવતા વાસણમાં જીવાત બાબતે કર્મચારી તથા હોદ્દેદારો વચ્ચે બબાલ થઈ હતી અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
બાવળા પોલીસ સ્ટેશન નજીક ધોળકા રોડ ઉપર હોકો કંપની આવેલી છે જ્યાં કંપનીમાં આઇસ્ક્રીમ બનાવવામાં આવી રહ્યો છે. કંપનીમાં રાખેલા વાસણમાં જીવાત ઇયળો જોવા મળતા કર્મચારીઓએ તેમાંથી આઈસ્ક્રીમ વગેરે વસ્તુઓ ના બનાવવા માટે અને અમે આવું કામ નહીં કરવી તેવું કંપનીના જવાબદારોને જણાવી વિરોધ કર્યો હતો. ત્યારે કંપનીના જવાબદાર ઓ એ કર્મચારીઓની કંપનીમાંથી કાઢી મુકવાની ધમકી આપી હતી.
તો બીજું બાજુ કર્મચારીઓએ જણાવ્યું હતું કે, જો તમે અમને કંપનીમાંથી કાઢી મૂકશો તો અમે જે વીડિયો ફોટા ઉતાર્યા છે તમારી કંપનીમાં આઈસ્ક્રીમ બનાવાના જેમાં જે જીવાત છે તે વીડીયો વાયરલ કરી દઈશું. જેને લઇ કંપનીના જવાબદારોએ કર્મચારીઓ પર હીચકારો હુમલો કર્યો અને મારામારી કરી હતી. મારામારીમાં બે કર્મચારીઓ ને ઈજાઓ તથા હોસ્પિટલ ખસેડાયા હતા. સમગ્ર મામલે બાવળા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કંપનીની ફરિયાદ લઇ કાર્યવાહી હાથ ધરી હતી. કર્મચારીઓની બાવળા પોલીસે ફરિયાદ ન લેતાં કર્મચારીઓ અને પરિવારજનો સાથે અમદાવાદ SP ઓફીસ ફરિયાદ આપવા પહોંચ્યા હતા. SP સાહેબે ફરિયાદીઓની ફરિયાદ સાંભળી ન્યાય આપવાની ખાતરી આપી હતી.