બોલિવૂડની કોમેડી-ફ્રેન્ચાઇઝ ફિલ્મ 'હેરા ફેરી 3' છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે. જ્યારથી 'બાબુ ભૈયા' એટલે કે પરેશ રાવલ અચાનક આ ફિલ્મમાં કામ ન કરવાનું મન બનાવ્યું છે, ત્યારથી તેમના પર સંકટના વાદળો છવાઈ ગયા છે. આ પહેલા એવા સમાચાર હતા કે અક્ષય કુમારના પ્રોડક્શન હાઉસ કેપ ઓફ ગુડ ફિલ્મ્સે પરેશ રાવલ વિરુદ્ધ અચાનક ફિલ્મમાંથી પીછેહઠ કરવા બદલ નોટિસ જારી કરી છે. આ સાથે તેમની ઉપર 25 કરોડ રૂપિયાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. હવે અક્ષય કુમારના વકીલે પરેશ રાવલને વોર્નિંગ આપી છે કે, 7 દિવસમાં નોટિસનો જવાબ આપે.

