પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. બુધવારે પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી બાદ આજે અમિત શાહ અને વિદેશ મંત્રી જયશંકરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. આ ઉપરાંત, ઘણા દેશોના રાજદ્વારીઓને વિદેશ મંત્રાલય (MEA)માં બોલાવવામાં આવ્યા હતા, જેમને આ હુમલા અંગે બ્રીફિંગ આપવામાં આવ્યું હતું.

