ગુજરાતભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા હીટવેવને લઈને ઍલર્ટ જાહેર કરવામાં આવી છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં યાત્રાળુઓને ગરમીથી રાહત આપવા માટે ઍર કુલર અને પીવાના પાણી સહિતની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

