આજે કોટદ્વારના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટે ઉત્તરાખંડના બહુચર્ચિત અંકિતા ભંડારી હત્યા કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આ હત્યા કેસમાં પુલકિત આર્ય, સૌરભ ભાસ્કર અને અંકિતા ગુપ્તાને દોષિત ઠેરવ્યા છે. ત્રણેયને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. પુલકિત આર્ય તત્કાલીન ભાજપ નેતા વિનોદ આર્યના પુત્ર છે. આ કેસ પ્રકાશમાં આવ્યા બાદ ભાજપે વિનોદ આર્યને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા.

