Home / Gujarat / Banaskantha : Clash between police and accused in Udaipur

Banaskantha પોલીસ અને ફરાર આરોપી વચ્ચે ઉદયપુરમાં અથડામણ, જુઓ VIDEO

Banaskantha News: બનાસકાંઠા પોલીસ ટીમ NDPS કેસમાં રાજસ્થાન આરોપીને પકડવા જતા તેમના પર ગાડી ચલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસ અને આરોપી વચ્ચે ઉદયપુરમાં અથડામણના CCTV ફૂટેજ વાયરલ થયા હતા. SUVની બોનેટ પર પાલનપુરના સબ ઇન્સ્પેક્ટર લટકાયેલા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગુનેગારે કારથી કચડવાની કોશિશ કરી

રાજસ્થાનના ઉદયપુરમાં તસ્કર અને હવાલાનો એક આરોપી પોતાની ફોર્ચ્યુનર કાર પર લટકાયેલા સબ ઇન્સ્પેક્ટરને લઇને ગાડીને ગલીઓમાં દોડાવે છે. પોલીસ અને આરોપી વચ્ચે થયેલી અથડામણથી લેકસિટીના જૂના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આરોપીએ SIને ગાડીથી કચડવાની પણ કોશિશ કરી હતી. આ દરમિયાન બોનેટ પર લટકાયેલા SIએ આરોપી પર ફાયરિંગ કર્યું છતાંય તેણે ગાડી રોકી નહીં. આરોપી થોડીવાર પછી એસઆઇને નીચે પછાડીને ફરાર થઈ ગયો હતો. સોમવારે સાંજે થયેલી આ ઘટનાના સીસીટીવી આજે સામે આવ્યા છે.

આરોપીઓ સામે અનેક ગુના દાખલ છે

ગુજરાત પોલીસની એક ટીમ રાજસ્થાનના જાલોરના વોન્ટેડ ગુનેગાર સુરેશ રાજપુરોહિતની ધરપકડ કરવા ઉદયપુર પહોંચી હતી. આરોપીઓ સામે ગુજરાતમાં હવાલા, દાણચોરી અને છેતરપિંડીના કેસો પણ નોંધાયેલા છે. પાલનપુર પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે, આરોપી ઉદયપુરના શોભાગપુરા સ્થિત વેગાસ-69 ક્લબમાં છે. આરોપી ક્લબની બહાર ફોર્ચ્યુનર કારમાં બેઠો કે તરત જ એસઆઈએ તેને રોકવાનો પ્રયાસ કર્યો. બદમાશે એસઆઈ જયદીપને કચડી નાખવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન એસઆઈ એમ કારના બોનેટ પર લટકીને રહ્યા, પરંતુ આરોપીએ કાર રોકી નહીં.

ગુજરાતનાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં વોન્ટેડ ગુનેગાર સુરેશ રાજપુરોહિત વિરુદ્ધ ઘણા કેસો નોંધાયેલા છે. આ કેસોમાં તે લાંબા સમયથી ફરાર હતો. આરોપીઓ મોટેભાગે દિલ્હી-જયપુરમાં રહેતો હતો. તેનો ભાઈ ઉદયપુરના શોભાગપુરામાં સ્થિત વેગાસ-69 બાર અને ક્લબમાં ભાગીદાર છે. તાજેતરમાં જ તેણે ભુપાલપુરામાં કૃષ્ણ પેલેસના નામે એક હોટલ ભાડે લીધી હતી, તેથી જ સુરેશ ઉદયપુર આવ્યો હતો અને હોટલમાં રોકાયો હતો.

બનાસકાંઠા જિલ્લા પોલીસ અક્ષય મકવાણાનું નિવેદન

તેમનૈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, NDPS ના ગુનામાં બનાસકાંઠાથી એક ટીમ રાજસ્થાન ગઈ હતી, જે સંદર્ભે આરોપીએ ગુજરાત પોલીસને જોઈ ગાડી ઉપર ચડાવી દીધી હતી. હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Related News

Icon