
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ધરાધરા ગામમાં વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુ થયા હતા. આ ઘટનાને પગલે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે કે, મૃતક પરિવારના દરેક સભ્યના વારસદારોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ. 4 લાખની સહાય આપવામાં આવે. આ ઘટના અંગે સ્થાનિક તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.
એક જ પરિવારના ત્રણ લોકો મોતથી ગામમાં અરેરાટી પ્રસરી ગઈ
કરંટ લાગવાથી ત્રણેય લોકોના કરુણ મોત થયા હતા. એક જ પરિવારના ત્રણ લોકો મોતથી ગામમાં અરેરાટી પ્રસરી ગઈ છે. ઘટનાની જાણ થતા ગામ લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગામલોકો દ્વારા મૃતદેહોને વાવ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા.
પુત્ર સાથે માતા-પિતા પણ વીજ કરંટ લાગવાના કારણે મોતને ભેટ્યા
પુત્રને કરંટ લાગતા માતા-પિતા, પુત્રને વીજ કરંટમાંથી છોડાવવાનો પ્રયાસ કરવા જતા તેઓને પણ વીજ કરંટ લાગ્યો હતો અને પુત્ર સાથે માતા-પિતા પણ વીજ કરંટ લાગવાના કારણે મોતને ભેટ્યા છે.