
બેંકમાં સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન જોતા યુવાનો માટે એક મહત્ત્વપૂર્ણ અપડેટ છે. બેંક ઓફ બરોડામાં વિવિધ વિભાગો હેઠળ પ્રોફેશનલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેના માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ભરતીમાં ભાગ લેવા માટે, લાયક અને રસ ધરાવતા ઉમેદવારો BOBની સત્તાવાર વેબસાઈટ bankofbaroda.in/careerની મુલાકાત લઈન ફોર્મ ભરી શકે છે. આ ભરતી માટે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2025 નક્કી કરવામાં આવી છે.
જગ્યાની વિગતો
તમને જણાવી દઈએ કે આ ભરતી કોન્ટ્રાક્ટ પર કરવામાં આવશે. આ ભરતી દ્વારા કુલ 146 જગ્યાઓ ભરવામાં આવશે.
- ડેપ્યુટી ડિફેન્સ બેંકિંગ એડવાઈઝર (DDBA): 1 જગ્યા
- પ્રાઈવેટ બેંકર - રેડિયન્સ પ્રાઈવેટ: 3 જગ્યાઓ
- ગ્રુપ હેડ: 4 જગ્યાઓ
- ટેરેટરી હેડ: 17 જગ્યાઓ
- સિનિયર રિલેશનશિપ મેનેજર: 101 જગ્યાઓ
- વેલ્થ સ્ટ્રેટેજીસ્ટ (રોકાણ અને વીમો): 18 જગ્યાઓ
- પ્રોડક્ટ હેડ - પ્રાઈવેટ બેંકિંગ: 1 જગ્યા
- પોર્ટફોલિયો રિસર્ચ એનાલિસ્ટ: 1 જગ્યા
લાયકાત
આ ભરતીમાં ભાગ લેવા માટે, ઉમેદવાર માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી ગ્રેજ્યુએટ હોવા આવશ્યક છે. આ સાથે, ઉમેદવારની લઘુત્તમ ઉંમર 22 વર્ષ અને મહત્તમ ઉંમર 57 વર્ષ હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
અરજી પ્રક્રિયા
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ bankofbaroda.in/career ની મુલાકાત લો.
- વેબસાઈટના હોમ પેજ પર, તમારે ભરતી સંબંધિત એપ્લિકેશન લિંક પર ક્લિક કરવાનું રહેશે.
- આ પછી, વિભાગ પસંદ કરો અને જરૂરી વિગતો ભરીને અરજી પ્રક્રિયા પૂર્ણ કરો.
- છેલ્લે, નિર્ધારિત ફી ભરીને ફોર્મ સબમિટ કરો અને તેનીપ્રિન્ટઆઉટ લઈ લો.
અરજી ફી
આ ભરતીમાં ભાગ લેવા માટે, જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ 600 રૂપિયા (+ અન્ય શુલ્ક) ચૂકવવા પડશે, જ્યારે SC/ST, PWD અને મહિલા ઉમેદવારોએ ફી તરીકે 100 રૂપિયા (+ અન્ય શુલ્ક) જમા કરાવવા પડશે. અરજી ફી ઓનલાઈન મોડ દ્વારા જમા કરાવી શકાય છે. ઉમેદવારો વિગતવાર માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન વાંચી શકે છે.