બિહાર ચૂંટણી પહેલા કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપવા પીએમ મોદી બિહારના મધુબની પહોંચ્યા છે. બિહારમાં સભાની શરૂઆત કરતા પહેલા પીએમ મોદીએ કહ્યું કે, મારી વાત શરુ કરતા પહેલા એક પ્રાર્થના કરું છું. કે તમારી જગ્યાએ બેઠા રહીને પહલગામ હુમલામાં જે પરિવાર જનોને આપણે ખોયા છે તેને શ્રદ્ધાંજલિ આપીશું. બધા પોતાની જગ્યાએ બેસીને મૌન રાખી તમારા આરાધ્ય દેવનું સ્મરણ કરીને મૃતાત્માઓને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપો.

