
રાજ્ય સરકાર દ્વારા ગેઝેટ પ્રસિદ્ધિ બાદ મ્યુનિ. હેલ્થ કમિટીમાં જન્મ અને મરણની નોંધ કરાવવાના દરોમાં સુધારો કરતી દરખાસ્ત મંજૂર મ્યુનિ. બોર્ડની મંજૂરીની અપેક્ષાએ મંજૂર કરી છે. માટે હવે જન્મ- મરણની નોઁધણાી માટે વધુ રૂપિયા ચૂકવવા પડશે
જન્મ અને મરણની નોંધ કરાવવા ચૂકવવા પડશે 20થી 100 રૂપિયા
જન્મ અને મરણની નોંધ કરાવવા અત્યાર સુધી બે રૂપિયા લેવાતા હતા. પરંતુ, હવે રૂપિયા વીસ ચૂકવવા પડશે. ત્રીસ દિવસથી એક વર્ષ સુધીમાં પાંચ રૂપિયા ચાર્જ વસૂલાતો હતો જેના માટે હવે 50 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે.
પ્રકાર | હાલનો દર (રૂપિયા) | નવો દર (રૂપિયા) |
21 દિવસ પછી 30 દિવસમાં નોંધણી કરાવવા | 2 | 20 |
30 દિવસથી એક વર્ષમાં નોંધણી કરાવવા | 5 | 50 |
1 વર્ષ પછી | 10 | 100 |
પહેલાં વર્ષમાં નોંધ શોધવા | 2 | 20 |
પહેલાં વર્ષ પછી પ્રત્યેક વર્ષ માટે | 2 | 20 |
નોંધ શોધ કર્યા પછી સર્ટિફિકેટ આપવા | 5 | 50 |
નો-રેકર્ડ સર્ટિફિકેટ માટે | 2 | 20 |
ત્રીસ દિવસથી એક વર્ષ સુધીમાં નોંધણી કરાવવાનો ચાર્જ 50 રૂ.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર દ્વારા ગુજરાત બર્થ એન્ડ ડેથ રજીસ્ટ્રેશન એકટ-2018માં થયેલા સુધારા અનુસાર, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જન્મ-મરણ નોંધણી, રેકર્ડ ચકાસણી, નો-રેકર્ડ સર્ટિફિકેટ ઈશ્યૂ કરવાના દરમાં વધારો મંજૂર કરવામાં આવ્યો છે. જેમાં એકસાથે 1000 ટકાનો વધારો કરાયો છે.