ગુજરાતમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ. ખાનગી ટ્રાવેલ્સની બસ અને ખાદ્ય તેલ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ૧૦ મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તો બીજી તરફ બસમાં અંદાજિત ૪૦ મુસાફરો સવાર હતા.

