સુરેન્દ્રનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદને પગલે તેમજ બ્રાહ્મણી નદી બે કાંઠે વહેતી થતા સરાથી ધ્રાંગધ્રાને જોડતા કોઝ-વેનું ધોવાણ થયું છે. ચિત્રોડી ગામ પાસે સરાથી ધ્રાંગધ્રાને જોડતા આ કોઝ-વેનું ધોવાણ થયું છે. આ સાથે જ સરા, થાન, ચોટીલા, કોંઢ, રતનપર, બાવડી, ધાંગધ્રા સહિતના રસ્તાઓને જોડતા કોઝ્વેનું ધોવાણ થયું છે. સરા તેમજ ધાંગધ્રા અપ ડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે. સ્થાનિકોએ કોઝ-વેના કામમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો છે.

